કાલાવડના યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી : જામનગરના બે શખ્સ સામે ફરીયાદ

  • June 09, 2025 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬ ગણી રકમ પરત કરવા છતા બળજબરી કરાઇ : ચેકમાં સહી કરાવી ધમકી દીધી

કાલાવડના અમીપીર પાર્કમાં રહેતા એક શ્રમીક યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો છે, ૩ લાખ લીધા બાદ અનેક ગણુ વ્યાજ ચુકવ્યા બાદ વધુ વ્યાજે રકમ લઇ ચક્રમાં ફસાયો હતો દરમ્યાન બંને વ્યાજખોરોએ ચેક લઇને બળજબરીથી ઉઘરાણી કરી પરેશાન કરતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે જયા જામનગરના બે વ્યાજખોર બંધુની સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસ ચલાવવામાં આવી છે.

કાલાવડના અમીપીર પાર્ક ખાતે રહેતા મજુરી કામ કરતા કાસીમ હબીબભાઇ સમા (ઉ.વ.૩૭) નામના યુવાને કાલાવડ ટાઉન પોલીસમાં જામનગરના રબાનીપાર્કમાં રહેતા યાસીન અબ્દુલ સમા અને યુનુસ અબ્દુલ સમા નામના બે ઇસમ વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૮(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૧૧૫(૨), ૫૪ તથા નાણા ધીરધાર અધીનીયમ મુજબ ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદી કાસીમભાઇએ આશરે ત્રણેક વર્ષ પહેલા આરોપી યાસીન પાસેથી ‚ા. ૩ લાખ માસીક આશરે ૮ ટકાના વ્યાજે લીધા હતા અને દર મહીને તેઓ ‚ા. ૨૨ હજાર જેટલુ વ્યાજ ચુકવતા હતા, ફરીયાદી પાસે વધુ ‚પીયા ન હોય જેથી આરોપી યુનુસ પાસેથી ૩ લાખ ‚પીયા માસીક ૮ ટકાના વ્યાજે આરોપી યાસીને વ્યાજના ‚પીયા ચુકવવા દીધેલ હોય અને બંને શખ્સોએ ફરીયાદી પાસે ૩ લાખનો ચેક અને ૭ કોરા ચેક લઇ લીધા હતા.

ફરીયાદીએ બંને આરોપીઓ પાસેથી લીધેલ રકમની ૬ ગણી રકમ પરત કરી આપેલ હોય તેમ છતા બંને શખ્સોએ ફરીયાદી કાસીમભાઇને અવાર નવાર જેમ તેમ બોલી તમામ રકમ એક સાથે આપી જા નહીતર તારા ઘરે આવીને તારા ટાંટીયા ભાંગી નાખશુ તેમ જાનથી મારી નાખશુ એવી ધમકી આપી હેરાન પરેશાન કરતા હતા.

આ રીતે ‚પીયાની બળજબરીપુર્વક ઉઘરાણી કરી આરોપી યુનુસે ફરીયાદીને ઝાપટ મારી એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદના આધારે કાલાવડના પીઆઇ એમ.વી. આંબલીયા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application