ફતેહાબાદની કોર્ટે બિલ્લુ ઉર્ફે જલેબી બાબાને ૧૦૦થી વધુ મહિલાઓ પર બળાત્કાર કરવા બદલ ૧૪ વર્ષની જેલની સજા સંભળાવી હતી. બાબા પર અનેક મહિલાઓ પર બળાત્કારનો આરોપ છે. બાબા મહિલાઓ પર બળાત્કાર કરતો હતો અને તે દરમિયાન અશ્લીલ વીડિયો બનાવતો હતો અને આ અશ્લીલ વીડિયો બનાવીને તેના આધારે મહિલાઓને બ્લેકમેલ કરતો હતો
૧૨૦થી વધુ મહિલાઓ પર બળાત્કાર કરનાર હરિયાણાના જલેબી બાબાનું હિસાર જેલમાં મોત થયું છે. તે ૧૪ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો. જલેબી બાબા ૧૨૦થી વધુ મહિલાઓ પર બળાત્કારનો વીડિયો બનાવવાનો દોષી હતો. જલેબી બાબા ઉર્ફે બિલ્લુ હિસારના અમરપુરીની સેન્ટ્રલ જેલ–૨માં બધં હતો. તેણે ૧૦૦થી વધુ મહિલાઓને ચામાં નશો આપીને બળાત્કાર ગુજાર્યેા હતો. તેનો અશ્લીલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બુધવારે જેલમાં તેમની તબિયત અચાનક બગડતાં તેમને અગ્રોહા પીજીઆઈમાં લઈ જવામાં આવ્યા હતા. યાં પીજીઆઈમાં તપાસ બાદ ડોકટરે તેને મૃત જાહેર કર્યેા હતો. પોલીસ મેજિસ્ટ્રેટની હાજરીમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું
આશ્રમમાંથી ૩૦થી વધુ સેકસ સીડી મળી
જલેબી બાબા તત્રં મંત્રના નામે મહિલાઓને નશો ખવડાવીને બળાત્કાર કરતા હતા. જલેબી બાબા પર ૧૨૦ મહિલાઓ પર બળાત્કારનો આરોપ છે. તેના આશ્રમમાંથી ૩૦થી વધુ સેકસ સીડી પણ મળી આવી હતી. જલેબી બાબા મહિલાઓના અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ પણ કરતા હતા. જુલાઈ ૨૦૧૮ માં, ફતેહાબાદ જિલ્લા ટોહાનામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બળાત્કારી જલેબી બાબા ઉર્ફે બિલ્લુરામ ઉર્ફે અમરપુરી એક મહિલા સાથે સેકસ કરતો જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech