કરોડો પિયાની સોપારી અને પ્રોસેસ ઓઈલ ગુપ્ત રીતે લઈ જતી વખતે ડીઆરઆઈની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી: સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણાં સમયથી મૌન બેઠેલી જામનગર ડીઆરઆઈએ મોટું ઓપરેશન હાથ ધર્યું...
જામનગર ડીઆરઆઈએ ને માહિતી મળી હતી કે ગુજરાત ના એક પોર્ટ થી મોટી કોન્ટીટીમાં સોપારી નો જથ્થો લઈ જવામાં આવે છે. આ મુજબ ડીઆરઆઈએ તાપસ કરીને મુદ્રા પોર્ટ પર ઓપરેશન હાથ ધર્યું હતું.
સોપારી પર લગભગ 110 ટકા ડ્યૂટી વસૂલવામાં આવે છે. આનો લાભ લઈને આરોપીઓ ગુજરાતના મુદ્રા પોર્ટથી એક ક્ધટેનરમાં 35 ટન સોપારી ગુપ્ત રીતે ટ્રેન મારફતે દિલ્હીના આઈસીડી તુગલકાબાદ તરફ લઈ જતા હતા. જેની કિંમત 2 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. આ દરમિયાન 6 ટન પ્રોસેસ ઓઈલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ તમામ સામાન કસ્ટમ ટેક્સ ચોરી કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યો હતો. જામનગર ડીઆરઆઈની ટીમ દ્વારા આ સ્પેશ્યલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે ડીઆરઆઈ એટલે કે ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજેન્સ દ્વારા કસ્ટમ ચોરી, ડ્રગ્સની સ્મગલિંગ અને સોના-ચાંદીના ગેરકાયદેસર વ્યવહારો પર નજર રાખીને આવું થતું અટકાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech