કારની શોખીન અભિનેત્રી પાસે એક એકથી ચડિયાતી કારનો ખજાનો છે
જાહ્નવી કપૂરે હાલમાં જ એક તદ્દન નવી કાર ખરીદી છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે. આ લક્ઝરી દેખાતી કારનું નામ ટોયોટા લેક્સસ છે. આ કાર ભારતીય બજારમાં સૌથી મોંઘા મોડલમાંથી એક છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર લક્ઝરી કાર ચલાવતી જોવા મળી રહી છે.હજી તો થોડા સમય પહેલા જ ખુશી કપૂરે એક મોંઘી કાર ખરીદી હોવાના અહેવાલો આવ્યા તેના પગલે મોટી બહેન પણ ચાલી છે. જાહ્નવીની આ કાર શાનદાર ફીચર્સ સાથે આવે છે .
જાહ્નવીની આ લક્ઝરી લેક્સસની વિશેષતાઓ વિશે વાત કરીએ તો આ અદ્ભુત કાર ઘણી શાનદાર સુવિધાઓ સાથે આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 2 કરોડ 50 લાખ રૂપિયા છે અને ઓન-રોડ કિંમત લગભગ 2 કરોડ 87 લાખ રૂપિયા છે. આ કારમાં કેટલીક વિશેષતાઓમાં રિક્લાઇનર સીટ, સીટ હીટર અને મીની રેફ્રિજરેટરનો સમાવેશ થાય છે. આ સિવાય આ કારમાં ઘણા હાઈ-એન્ડ ફીચર્સ છે.
આ પહેલીવાર નથી જ્યારે જાહ્નવીએ લક્ઝરી કાર ખરીદી હોય. જાહ્નવી કપૂરને લક્ઝુરિયસ કારનો ખૂબ શોખ છે અને તે ઘણીવાર લક્ઝુરિયસ કાર સાથે જોવા મળે છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થાય છે. હવે અભિનેત્રી તેની નવી કાર ટોયોટા લેક્સસ સાથે જોવા મળી હતી. જાહ્નવીના કાર કલેક્શનની વાત કરીએ તો તેના કલેક્શનમાં ઘણી લક્ઝુરિયસ કારનો સમાવેશ થાય છે.
ટોયોટા લેક્સસ સિવાય જાહ્નવી પાસે મર્સિડીઝ જીએલઈ 250ડી છે. ભારતીય બજારમાં આ કાર ની કિંમત 67 લાખ 15 હજાર રૂપિયા છે. આ સિવાય જાહ્નવી બીએમડબ્લ્યુ X5ની માલિક પણ છે. આ કાર 95 લાખ 90 હજાર રૂપિયામાં આવે છે. આ સિવાય જાહ્નવી કપૂર પાસે મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ પણ છે, જેની કિંમત 1 કરોડ 62 લાખ રૂપિયા છે
તાજેતરમાં, બોની કપૂરની પુત્રી ખુશી કપૂરે એક ચમકતી લાલ રંગની મર્સિડીઝ બેન્ઝ જી 400d કાર ખરીદી હતી. આ કારની કિંમત 2.55 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
જાહ્નવીની આગામી ફિલ્મો
જાહ્નવીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં જ ફિલ્મ ઉલજમાં જોવા મળી હતી. હવે દેવરા ફિલ્મમાં સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. આ સિવાય તે સની સંસ્કારીની તુલસી કુમારી ફિલ્મમાં પણ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech