જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરાએ બોક્સ ઓફિસ પર 253.25 કરોડ રૂપિયાની કમાણી જરૂર કરી છે પરંતુ એટલો હાઈપ ન બનાવી શકી જેટલો હાઈપ બાહુબલી, પુષ્પા અને કેજીએફે બનાવ્યો હતો. જેથી એનટીઆરનો પારો સાતમાં આસમાનમાં છે.
એનટીઆરની ફિલ્મ દેવરાના પાર્ટ-1 બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં અસફળ રહી છે. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 215.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે પરંતુ લોકોના નેગેટિવ રિવ્યૂના કારણે બીજા અઠવાડિયામાં ફિલ્મે ફક્ત 37.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. એવામાં એનટીઆર પોતાની ઓડિયન્સથી નારાજ છે. તેમણે દેવરા પાર્ટ-1ના ખરાબ બોક્સ ઓફિસ કલેક્શનનો દોષ ઓડિયન્સ પર નાખ્યો છે.
એનટીઆરએ ફિલ્મના મેકર્સને તેલુગૂમાં ઈન્ટરવ્યૂ આપ્યું. રિપોર્ટ અનુસાર તેમણે કહ્યું, આપડે ખાસ કરીને દર્શકો ખૂબ વધારે નેગેટિવ થઈ ગયા છીએ. પહેલા જે પ્રકારે આપણે ફિલ્મનો આનંદ લેતા હતા હવે તે રીતે ફિલ્મને એન્જોય નથી કરતા.
એનટીઆરએ આગળ કહ્યું, "જ્યારે મારા બાળકો કોઈ ફિલ્મ જોવે છે ત્યારે તે આ વાતની ચિંતા નથી કરતા કે તે કયા અભિનેતાની ફિલ્મ જોઈ રહ્યા છે તે બસ ફિલ્મની જેમ ફિલ્મને જોવે છે અને સંપૂર્ણ રીતે એન્જોય કરે છે. પરંતુ આપણી અંદરની આ ઈનોસેન્સ ખતમ થઈ ગઈ છે."
એનટીઆરએ આગળ કહ્યું, "આજે આપણે દરેક ફિલ્મને ક્રિટિક્સની નજરથી જોઈએ છીએ. તેને જજ કરીએ છીએ. તેનુ એનાલિસિસ કરીએ છીએ અને તેના વિશે ખૂબ જ વધારે વિચારીએ છીએ. એ એટલા માટે કારણ કે આપણા પાસે જોવા માટે ઘણી વસ્તુઓ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech