કલેકટર કચેરીમાં સમયાંતરે મળતી લેન્ડ ગ્રેબિંગ કમિટીની મીટીંગ આજ આજરોજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને મળનાર હતી, આ મિટિંગમાં વિવિધ ૧૦૦ કેસની સુનાવણી થનાર હતી. દરમિયાન અન્ય વીડિયો કોન્ફરન્સ આવી જતા આજની લેન્ડ ગ્રેબિંગ કમિટીની મીટીંગ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે અને હવે કયારે મળશે તે અંગેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરાશે. વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આજે રેવન્યુ વિભાગની એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ આવી જતા લેન્ડ ગ્રેબિંગ કમિટીની આજે મળનારી મિટિંગ મોકૂફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં ટૂંક સમયમાં આ મિટિંગ મળશે તે અંગેની તારીખ જિલ્લા કલેકટર દ્રારા જાહેર કરવામાં આવશે
પ્રવાસન વિભાગની સમિતિની સાંજે મિટિંગ
રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે સાંજે પ્રવાસન વિભાગની સમિતિની મિટિંગ મળનારી છે. રેવન્યુ વિભાગની વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ આ મિટિંગ મળશે તેમ જાણવા મળે છે. મિટિંગ અંતર્ગત રાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અંગેની ચર્ચા– વિચારણા થશે.
બોર્ડની પરિક્ષાઓને લગતી તૈયારીઓ પૂર્ણ
રાજકોટ શહેર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓમાં સુચા રીતે યોજાય તે માટેની તમામ જરી તૈયારીઓ રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્રારા પૂર્ણ કરવામાં આવી છે અને કલેકટર પ્રભવ જોષી દ્રારા સમયાંતરે પરીક્ષા સમિતિ સાથે મિટિંગ યોજી કામગીરીનો રિવ્યુ પણ પૂર્ણ કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech