કારમાં જુદા જુદા ચોરખાના બનાવી દારૂ છુપાવીને હેરાફેરી કરતા ચાલકને બી-ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીના આધારે મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોક નજીક વોંચ ગોઠવી કારમાંથી 375 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લઈ કાર-મોબાઈલ સહીત 3,77,813નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ.રાણેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.ચૌધરી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.કોન્સ.વિશ્વજીતસિંહ ઝાલા અને નરેશભાઈ ચાવડાને ચોક્કસ બાતમી મળી હતી કે, જીજે-15-સીક્યુ-0906 નંબરની કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, જે બાતમીના આધારે પોલીસે સેટેલાઇટ ચોક નજીક વોંચ ગોઠવતા પસાર થતી કારને રોકી યુક્તિ પૂર્વકની તપાસ કરતા કારની લાઈટ, પેટ્રોલ ટેન્ક, આર્મ્સ રેસ્ટ, સ્પેરવ્હીલમાં ચોરખાના બનાવી છુપાવેલો 375 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા કાર ચાલક ધર્મેશ છીબુભાઈ નાયકા (રહે-ધરમપુર રોડ,અબ્રામા ઝરણા પાર્ક પાસે, વલસાડ)ને ઝડપી લઇ દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.3,77,813નો મુદામાલ કબ્જે કરી ચાલક સામે ગુનો નોંધી દારૂ કોને આપવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech