સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ 215 બેઠક પર બિનહરીફ જીત મેળવી છે. 68 નગરપાલિકામાં 196 બેઠકો, જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો તેમજ તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની 10 બેઠકો મળીને કુલ 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય થયો છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો
ભચાઉ નગરપાલિકામાં 28 માંથી 22 બેઠકો, હાલોલમાં 36 માંથી 19 બેઠકો, જાફરાબાદમાં 28 માંથી 16 બેઠકો અને બાંટવામાં 24 માંથી 15 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવ્યો છે. ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો મળીને કુલ 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે.
ભાજપના નેતાઓના પ્રયાસો અને વિકાસના કાર્યો
ભાજપની આ જીત માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શનમાં જનતા સુધી પહોંચીને પ્રજાલક્ષી કાર્યો કરવાનું મુખ્ય કારણ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech