24 બોટલ અને એકસેસ કબ્જે : સાયોના શેરીમાં 6 બોટલ સાથે એકની અટકાયત
જામનગરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર પાસેના રોડ પર એક શખ્સને ઇંગ્લીશ દારૂની 24 બોટલની હેરાફેરી કરતા પકડી લેવાયો હતો જયારે જથ્થો આપનારને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સાયોના શેરી વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની 6 બોટલ સાથે અહી રહેતા શખ્સને દબોચી લેવાયો હતો.
જામનગરના કામદાર કોલોની શેરી નં. 4, શ્રીજી એપાર્ટમેન્ટ 301 ખાતે રહેતા હિરેન ઇન્દ્રજીત ચંદન નામનો શખ્સ એકસેસ બાઇકમાં ઇંગ્લીશ દારૂની વેચાણ અર્થે હેરાફેરી કરતો હોય જે હકીકત આધારે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર રોડ પરથી તેને પોલીસે પકડી લીધો હતો.
હિરેન પાસેથી ઇંગ્લીશ દારૂની 24 બોટલ મળી આવી હતી, પુછપરછ કરતા જોલી બંગલા પાછળ રહેતા કપિલ રાજુ ધનવાણી નામના શખ્સે ઇંગ્લીશ દારૂનો જથ્થો પુરો પાડયો હતો આથી કપિલને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. અને બંનેની સામે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
બીજા દરોડામાં જામનગરના ગોકુલનગર સાયોના શેરીમાં રહેતા વેપાર કરતા બેચર ચના પરમાર નામના ઇસમને ઇંગ્લીશ દારૂની 6 બોટલ સાથે સીટી-સી પોલીસે પકડી લીધો હતો અને દારૂ બાબતે પુછપરછ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech