સોશિયલ મીડિયાના દિગ્ગજ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં મેટાના નવા નિર્ણયની જાહેરાત કરી. ઝુકરબર્ગના મતે, હવે અમેરિકામાં મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થર્ડ–પાર્ટી ફેકટ–ચેકિંગ બધં કરવામાં આવશે. આ જાહેરાત દરમિયાન, ઝકરબર્ગના કાંડા પરની લકઝરી ઘડિયાળે લોકોનું ધ્યાન ખેંચ્યું. માહિતી અનુસાર, આ ઘડિયાળ ગ્રીબેલ ફોર્સી હેન્ડ મેડ વન હતી, જેની કિંમત લગભગ ૯ લાખ યુએસ ડોલર એટલે કે લગભગ ૭.૫ કરોડ ભારતીય પિયા છે. હવે ઝુકરબર્ગના કાંડા પર બાંધેલી આ ઘડિયાળ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.
ગ્રીબેલ ફોર્સી હેન્ડ મેડ ૧ ઘડિયાળમાં ૨૭૨ વ્યકિતગત ભાગો છે, જે અત્યતં ચોકસાઇ સાથે હાથથી બનાવવામાં આવ્યા છે. તેમાં ગ્રેટ ફિનિશ, પોલિશ્ડ કિનારીઓ અને ખાસ બનાવેલા લેમ–બ્લુ હેન્ડસ જેવી વિગતો છે. તેનું કેસ વ્હાઈટ ગોલ્ડથી બનેલું છે અને પાવર રિઝર્વ ૬૦ કલાક સુધી ચાલે છે. આ ઘડિયાળની બીજી ખાસ વાત એ છે કે તે ૩૦ મીટર સુધી પાણી પ્રતિરોધક છે. ૨૦૨૦ માં, તેને બેસ્ટ મેન્સ કોમ્પ્િલકેશન વોચ નો ખિતાબ પણ મળ્યો છે.
એક મોડેલ બનાવવામાં લગભગ ૩ વર્ષ લાગે છે
ગ્રીબેલ ફોર્સી હેન્ડમેડ ૧ ઘડિયાળને વિશ્વની સૌથી દુર્લભ અને સૌથી મોંઘી ઘડિયાળોમાંની એક માનવામાં આવે છે. આ ઘડિયાળની ખાસિયત એ છે કે તે હાથથી બનાવવામાં આવી છે. તેના ૯૫% ભાગો હાથથી બનાવેલા છે, જેમાં સૌથી મુશ્કેલ ભાગ, હેરસ્પ્રિંગનો સમાવેશ થાય છે. એક ઘડિયાળ બનાવવામાં લગભગ ૬,૦૦૦ કલાક લાગે છે, એટલે કે લગભગ ૨૫૦ દિવસ. તેને બનાવવામાં લગભગ ૩ વર્ષ લાગી શકે છે. આવી સ્થિતિમાં, દર વર્ષે આ ઘડિયાળના ફકત ૨–૩ મોડેલ જ બનાવવામાં આવે છે, જેના કારણે તે વધુ ખાસ બની જાય છે
દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ કઈ છે?
જોકે, ગ્રીબેલ ફોર્સી હેન્ડ મેડ ૧ સૌથી મોંઘી ઘડિયાળ નથી. વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળનો ખિતાબ ગ્રાફ ડાયમંડસ હેલુસિનેશનને જાય છે, જેની કિંમત ૫૫ મિલિયન ડોલર (લગભગ . ૪૫૫ કરોડ) છે. આ ઘડિયાળ દુર્લભ રંગબેરંગી હીરાથી બનેલી છે જે વિવિધ કદ અને રંગોમાં ઉપલબ્ધ છે. તેને ગ્રાફ ડાયમંડસ કંપની દ્રારા ૨૦૧૪ માં રજૂ કરવામાં આવી હતી અને આ ઘડિયાળને વૈભવી અને શાહી શૈલીનું પ્રતીક માનવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech