રાજકોટના કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઈડીસીમાં ગઈકાલે સીએનસી કંપની મેક પાવરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.જેના પગલે મેટોડા અને રાજકોટથી ફાયર ફાઇટરની ટીમો દોડી ગઈ હતી. આગ લાગી તે ગોડાઉન વિભાગ હતો. જેમાં રો મટીરીયલ્સ અને તૈયાર મશીનરીઓ પડી હોય, આગથી તેમાં નુકસાન થયું હતું. સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી ન હતી.
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ,ગઈકાલે સાંજે મેટોડા જીઆઇડીસીમાં આવેલી મેકપાવર સીએનસી નામની ફેકટરીમાં અચાનક આગ લાગી હતી. જેની જાણ થતાં મેટોડા ઉપરાંત રાજકોટ મનપાની ફાયર બ્રિગેડની ટીમ દ્રારા બે ફાયર ફાઇટર મોકલાવામાં આવ્યા હતાં. ફેકટરીના ગેટ નંબર ૨ પાછળના ભાગે લાગેલી આગ ઉપર ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ અંગે મેક પાવર સીએનસી કંપનીના સીઈઓ પેશભાઈ મહેતા પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ, ગત સાંજે ૬.૩૦ વાગ્યાં આસપાસ આ આગ લાગ્યાની ઘટના બની હતી. વિશાળ જગ્યામાં ફેલાયેલી કંપનીના ગોડાઉન વિભાગમાં આ આગ લાગી હતી. સ્થળ પર પૂરતા ફાયર ઇકયુપમેન્ટ હોવાથી શઆતમાં જ હાજર સ્ટાફે તુરતં જ આગને પ્રસરતી અટકાવી દીધી હતી.
જે બાદ મેટોડા ફાયર બ્રિગેડનું ટેન્કર આવી ગયું હતું. તેણે આગ બુજાવવાની કામગીરી શ કરી હતી. આ પછી રાજકોટથી ફાયર ટેન્કર સાથે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. પ્રાથમિક તબક્કે આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું તારણ સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech