સવારે વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો: ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર
દેવભૂમિ દ્વારકા પંથકના છેલ્લા બે દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ગઈકાલના 14 ઈંચ વરસાદ બાદ આજરોજ સવારે પણ મેઘરાજાએ પુનઃ ત્રાટકી અને સવારે ત્રણેક કલાકના સમયગાળામાં વધુ ચાર ઈંચ જેટલો વરસાદ વરસાવી દીધો છે. દ્વારકા તાલુકામાં આજે પણ સવારથી મેઘાવી માહોલ ઘુંટાયો હતો અને સવારે આશરે સાતેક વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે વેગ પકડતા સવારે 10 વાગ્યા સુધીમાં 4 ઈંચ જેટલો (88 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.
પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અવિરત રીતે દોડધામ જારી રાખવામાં આવી હતી. હાલ દ્વારકા તાલુકાનો કુલ વરસાદ 36 ઈંચથી વધુ વરસી જવા પામ્યો છે.
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી. આમ, દ્વારકા તાલુકાને બાદ કરતા જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓ ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં મહદ અંશે મેઘ વિરામ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા વરસ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech