મારી નાખવાની ધમકી સબબ પરિવારજનો સામે ફરિયાદ
ભાણવડ તાબેના મેવાસા ગામે રહેતા દિલીપભાઈ પુંજાભાઈ કાંબરીયા નામના 25 વર્ષના આહિર યુવાનના સાળા ધ્રુવભાઈ ફરિયાદી દિલીપભાઈના પત્ની ગીતાબેનને તેમના ઘરે મૂકવા આવ્યા હતા. ત્યારે અહીં આરોપી મોતીબેન સામતભાઈ અરશીભાઈ કાંબરીયા તેમજ નિકુંજ સામતભાઈ જોઈ જતા ફરિયાદી દિલીપભાઈ સાથે બોલાચાલી કરી અને ઝઘડો કર્યો હતો.
અહીં આરોપી નિકુંજના મોટરસાયકલ પર અન્ય એક આરોપી શખ્સ સામત અરશીભાઈ કાંબરીયાને બોલાવી લેતા આરોપી સામતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ફરિયાદી દિલીપભાઈના સસરા પરિવારના સભ્યોને ઘરે નહીં આવવાનું કહેવામાં આવતા દિલીપભાઈએ તેમના સસરા પરિવારના સભ્યો તેમના ઘરે આવશે તેમ કહ્યું હતું. આ રીતે થયેલી બોલાચાલીમાં આરોપીઓ દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવતા ફરિયાદી દિલીપભાઈ તેમજ સાહેદ પુંજાભાઈ અરશીભાઈને ઇજાઓ પહોંચી હતી. આ પ્રકરણમાં આરોપીઓએ હુમલો કરી, ઇજાઓ પહોંચાડયાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
કળિયુગી શ્રવણ: વયોવૃદ્ધ પિતાને માર મારતા શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયામાં ધરમપુર વિસ્તારમાં બેડીયા વાડી ખાતે રહેતા ભોજાભાઈ દેવાણંદભાઈ કારીયા નામના 83 વર્ષના ગઢવી વૃદ્ધના બે પુત્રો પૈકી મોટો પુત્ર ભારો કંઈ કામ ધંધો ન કરતો હોવાથી તેમણે પોતાના પુત્ર ભારાને કામ ધંધો કરવાનો કહેતા આ બાબતથી ઉશ્કેરાયેલા ભારા ભોજાભાઈ કારીયાએ પોતાના પિતા ભોજાભાઈને લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech