ઉનાના નવાબંદર ગામ નજીક ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગેરકાયદે ખનીજ રેતી ભરેલા ટ્રેક્ટરો તેમજ સુંદરપુરાથી ૧ ડમ્પર સહીત લાખો રૂપિયાની ખનીજ રેતી ચોરીમાં ઉપયોગમાં લીધેલાં વાહનો મુદામાલ સાથે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગીર સોમનાથ કલેકટરની સૂચના હેઠળ ગેરકાયદે ખનીજ ચોરીને અટકાવી કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગને સુચના આપેલ હતી. અને જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઉના તાલુકાના દરીયાઇ કાંઠા વિસ્તારમાં બેફામ રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે નવાબંદર ગામ નજીક દરોડા પાડવામાં આવેલ જેમાં ગે.કા. ખનીજ રેતી ભરેલા આઠ ટ્રેક્ટરો તેમજ સુંદરપુરાથી રેતી ભરેલું એક ડમ્પર સહીત કુલ રૂ.૬૦ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી ટ્રેક્ટર ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ખનિજ રેતી ચોરીમાં ઝડપાયેલા તમામ વાહનો ઉના પ્રાંત કચેરી ખાતે રાખવામા આવેલ. જોકે બે ચાર દિવસ ખનિજ વિભાગ દ્વારા ખનિજખોરોને પકડી સંતોષ માની લેતા હોય બાદમાં ફરી જેતે સ્થિતિમાં જ ખનિજ રેતી ભરીને બેફામ રસ્તાઓ પર દોડતા થઈ જાય છે ત્યારે ખનિજ વિભાગની પણ બેદરકારી અને તેમની મીઠી નજર હેઠળ થતું હોવાનો સુર લોકોમાંથી સાંભળવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech