રાજકોટ નલિયા ભાવનગર પોરબંદર ઓખા વેરાવળ સુરત દ્વારકા સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન નો પારો સામાન્યથી બે ડિગ્રી જેટલો નીચે ઉતર્યો છે અને અમદાવાદ ડીસા વડોદરા અમરેલીમાં લઘુતમ તાપમાન ઊંચે ચડ્યું છે. ઠંડીમાં સામાન્ય વધઘટ વચ્ચે હવે આજથી લઘુતમ અને મહત્તમ બંને પ્રકારના તાપમાનમાં વધારો થશે અને આગામી પાંચ દિવસ દરમિયાન ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન વધી જશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
નલિયામાં ગઈકાલે 9.8 અને આજે 8.6 ડિગ્રી અમરેલીમાં ગઈકાલે 14 અને આજે 14.1 ભાવનગરમાં ગઈકાલે 15.4 અને આજે 13.9 દ્વારકામાં ગઈકાલે 17.6 અને આજે 16.7 ઓખામાં ગઈકાલે 20.2 અને આજે 19.4 પોરબંદરમાં ગઈકાલે 14.8 અને આજે 12.2 રાજકોટમાં ગઈકાલે 13.4 અને આજે 10.7 તથા વેરાવળમાં ગઈકાલે 16.4 અને આજે 16.3 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
અમદાવાદમાં ગઈકાલે 11.4 અને આજે 14.3 ડીસામાં ગઈકાલે 10.9 અને આજે 11.1 વડોદરામાં ગઈકાલે 12.2 અને આજે 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારે ડાંગમાં 31.4 દીવમાં 30.9 અને સુરતમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. પરંતુ આજથી રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર કરી જાય એવું લાગે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ અને હિમાલયન રીજીયનમાં વરસાદ તથા હિમવષર્િ ચાલુ છે. વધુ એક વેસ્ટર્ન ડીસ્ટર્સનસ આગામી તારીખ 8 ના રોજ સર્જાશે. આ ઉપરાંત આસામમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવા પામ્યું છે. આ સિસ્ટમના કારણે આસામ અરુણાચલ હિમાલયન રિજીયન જમ્મુ કશ્મીર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech