પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને મોરિશિયસની મુલાકાત લેશે. હિંદ મહાસાગરમાં આવેલા આ ટાપુ પર માર્ચમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણી યોજાવાની છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપવા માટે મોરેશિયસ જશે.
મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે આ કાર્યક્રમ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. જ્યારે પીએમ મોદી આ માટે સંમત થયા, ત્યારે મોરેશિયસના પીએમએ પોતે આ વિશે માહિતી આપી. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે આ વર્ષે ભારતીય વડા પ્રધાન પીએમ મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
પ્રધાનમંત્રી નવીન રામગુલામે કહ્યું, 'મને ગૃહને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનવા માટે સંમત થયા છે.' આપણા દેશ માટે ખરેખર એક વિશેષ સન્માનની વાત છે કે આપણે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરી રહ્યા છીએ, જે પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને આપણને આ સન્માન આપી રહ્યા છે. તાજેતરમાં તેમણે પેરિસ અને અમેરિકાની મુલાકાત લીધી હતી, પરંતુ તેમ છતાં તેઓ અમારા ખાસ મહેમાન તરીકે અહીં આવવા સંમત થયા છે. પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુરાવો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech