સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે ભારે પવન સાથે સર્જાયેલી કમોસમી વરસાદના હવામાન પલટામાં આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં મહુવા પોણા સાત ઇંચ, જેસર ગારીયાધાર, સિહોર, પાલીતાણા, ઘોઘા, ઉમરાળામાં અડધોથી એક ઇંચ, અમરેલી જિલ્લામાં લાઠી સાડા ચાર ઇંચ સાવરકુંડલા લીલીયા અમરેલી બાબરા અને રાજુલા પંથકમાં એક થી સવા બે ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં ગોંડલ ખાતે દોઢી જ જ્યારે જસદણ વિછીયા જામકંડોરણા રાજકોટ શહેર કોટડા સાંગાણી પંથકમાં અડધાથી પોણા ઇંચ કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છના નખત્રાણામાં એક ઇંચ અને ભુજ, અંજાર, ભચાઉમાં ઝાપટાથી માંડીને પા ઇંચ, સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા એક ઇંચ જ્યારે ચુડા, થાનગઢ અને સાયલા પંથકમાં ઝાપટા થી પા ઇંચ, ગીર સોમનાથ જિલ્લામાં ઉના અને ગીર ગઢડા પંથકમાં પોણો ઈંચ બોટાદ જિલ્લાના બરવાળા, બોટાદ શહેર, રાણપુર, ગઢડા પંથકમાં અડધોથી પોણો ઈંચ, જુનાગઢ જિલ્લામાં વિસાવદર અને માંગરોળમાં ઝાપટાથી પા ઇંચ, જ્યારે જામનગરના કાલાવડ અને જોડિયામાં પણ ઝાપટાથી માંડીને પા ઇંચ કમોસમી વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech