‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ના 5 સીન બહુ હમારી રજનીકાંતની યાદ અપાવશે
કૃતિ સેનન અને શાહિદ કપૂરની નવી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' તાજેતરમાં જ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કૃતિને એઆઈ રોબોટ તરીકે બતાવવામાં આવી છે. આ ફિલ્મ જોઈ હોય કે ન જોઈ હોય પણ તે મુવીમાં કેટલીક એવી વસ્તુઓ છે, જે તમે પહેલા પણ એક સિરિયલમાં જોઈ હશે. જાણો આ ફિલ્મના એઆઈ રોબોટે કઈ-કઈ વસ્તુઓ કોપી કરી છે.
‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ જોયા પછી રજનીકાંતનો રોબોટ યાદ હશે. કારણ કે બંને ફિલ્મોમાં રોબોટને દેખાડવામાં આવ્યા છે. પરંતુ અહીં અમે રજનીકાંતની ફિલ્મની નહીં પરંતુ એક સિરિયલની કોપીની વાત કરી રહ્યા છીએ. જેના ઘણા સીન આ ફિલ્મમાં કોપી કરવામાં આવ્યા છે.
સિરિયલ અને ફિલ્મમાં એકસરખા સીન
વર્ષ 2016માં ‘બહુ હમારી રજનીકાંત’ નામની સિરિયલ આવતી હતી. આમાં રિદ્ધિમા પંડિતે એઆઈ નું પાત્ર ભજવ્યું હતું. ડ્રામામાં તેનું નામ રજની હતું. બહુ હમારી રજનીકાંત અને તેરી બાત મેં ઐસા ઉલઝા જિયા બંનેમાં સ્ત્રી પાર્ટનર રોબોટ બતાવવામાં આવી છે.
કૃતિ સેનન તેની નવી ફિલ્મમાં જે વસ્તુઓ કરતી જોવા મળે છે, તે તમે આ સિરિયલમાં પણ જોઈ શકો છો. અહીં અમે એવા પાંચ દ્રશ્યો વિશે જણાવી રહ્યા છીએ, જેમાં AI રોબોટ્સ રિદ્ધિમા અને કૃતિના પાત્રો એકબીજા સાથે મેચ કરે છે.
પ્રખ્યાત ગીત જબ દેખું બને રી લાલ પીલી આંખિયા અને તેના પર કૃતિનો ડાન્સ તો જોયો જ હશે. રિદ્ધિમાએ પણ આવો જ એક સીન કર્યો હતો.
હલ્દી-ચાંદલાનો સીન : બહુ હમારી રજનીકાંત અને તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા બંનેમાં, એક સરખો સીન જોવા મળે છે. જેમાં કૃતિ/રિધિમ્માની એન્ટ્રી પર ચાંદલો અને હલ્દી લગાવવામાં આવે છે.
કિચનમાં ટેક્નોલોજી : કૃતિ અને રિદ્ધિમાએ રોબોટનું પાત્ર ભજવ્યું છે, તે બંનેને સ્માર્ટ એઆઈ ટેક્નોલોજીની મદદથી રસોડામાં ખોરાક બનાવતા બતાવવામાં આવ્યા છે.
એન્ટ્રી અને કપલ સીન: કૃતિ/રિદ્ધિમા એન્ટ્રી અને કપલ સીન લગભગ એક સરખા જ લાગે છે.
બેટરી ડિસ્ચાર્જ : એઆઈ રોબોટ્સ સાથે સંકળાયેલી સિરિયલો અને ફિલ્મો બંનેમાં એક દ્રશ્ય જોવા મળે છે, જેમાં કૃતિ/રિધિમાની બેટરી ડિસ્ચાર્જ થઈ રહી હોવાનો સીન બતાવવામાં આવ્યો છે.
બહુ હમારી રજનીકાંતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળશે. જેને જોઈને કહી શકાય કે તેરી બાતો મેં ઐસા ઉલ્ઝા જિયામાં કૃતિ સેનનનો રોલ રિદ્ધિમા સાથે એકદમ મેચ થતો આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech