આજે IPL 2024ની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું છે. આરસીબીએ આપેલા 197 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈએ 7 વિકેટે મેચ જીતી લીધી હતી.
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ સીઝન 17ની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું હતું. 197 રનના ટાર્ગેટનો પીછો કરતા MI ટીમે 15.3 ઓવરમાં 199-3નો સ્કોર કરીને જીત મેળવી હતી.
મુંબઈ માટે ઓપનર બેટ્સમેન ઈશાન કિશને 69 (34) અને સૂર્યકુમાર યાદવે 52 (19)ની શાનદાર ઈનિંગ રમીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. આ IPLમાં મુંબઈની આ બીજી જીત છે, જ્યારે RCBની આ પાંચમી હાર છે.
આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 196-8 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જેમાં કેપ્ટન ફાફ ડુપ્લેસીસ 61 (40), રજત પાટીદાર 50 (26) અને છેલ્લે દિનેશ કાર્તિકની અણનમ 53 (23)ની ધમાકેદાર ઇનિંગ્સનો સમાવેશ થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રિત બુમરાહે બોલિંગનું પ્રદર્શન કર્યું અને 5 વિકેટ લીધી. બુમરાહને તેની શાનદાર રમત (5-21 વિકેટ) માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ જીત ઘણી ખાસ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech