સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ધોળા દિવસે હત્યાની ઘટના બની છે. જેમાં મારા કરતા વધુ સારી અને ભપકાદાર રીતે લગ્ન કેમ કર્યા તેમ કહી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. આ ચકચારી હત્યાના બનાવમાં ખાખી વર્ધિધારીની પણ હત્યામાં સંડોવણી ખુલી હોવાનું પણ સામે આવ્યું છે. જેના પગલે હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને સાયલા પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ શ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. જેમાં સાયલાના હોળીધાર વિસ્તારમાં ધોળાદિવસે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં માત્ર સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યાનો બનાવ બન્યો હતો. અહીં તીણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જેમાં હત્યાનો બનાવ બનતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડા હતા. આ હત્યાના બનાવના પગલે સાયલા પોલીસ દ્રારા આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે અને સાયલા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, આજે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. આ બનાવમાં આજુબાજુમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે મગજમારી થઈ હતી. જેમાં હિંમતભાઈ લઘરાભાઈ પડાનુ મોત નીપયું છે. અહીં સામે વાળા આરોપીઓ અને હિંમતભાઈ પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ બોલાચાલીને ધ્યાનમાં રાખીને હિંમતભાઈ જયારે પોતાના ઘરેથી બહાર નીકળતા હતા, ત્યારે આરોપીઓએ તેમને વચ્ચેથી રોકી તેમને મારામારી કરી અને તીણ હથિયારનો ઉપયોગ કરી એમનું મૃત્યુ નીપજાવ્યું છે. હાલ મૃતક હિંમતભાઈ પંડ્યાનું બોડી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે. અને એમાં જે આરોપીઓ છે, એમાં હાલ પાંચ આરોપીઓ વિદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, અને હાલ ફરિયાદી પક્ષ છે, એમને પોલીસ સ્ટેશન લાવી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech