શહેરમાં નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર અટલ સરોવર આસપાસનો વિસ્તાર રીલ બનાવવા માટેનું ફેવરિટ સ્પોટ બની ચૂકયો હોય તેમ અવારનવાર રીલ બનાવવા અંગેના વિડીયો વાયરલ થતા રહે છે. ત્યારે આજરોજ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક શખસ અહીં રોડ પર બુલેટ રાખી પેટ્રોલ છાંટી ૨૧ નો સિમ્બોલ દર્શાવી રહ્યો અને ૨૧ માં જન્મદિવસની ઉજવણી કરતો હોય તેવું નજરે પડે છે. વાયરલ થયેલા આ વીડિયોને લઇ યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. વીડિયોમાં દેખાતા આ શખસને ઝડપી લેવા માટે શોધખોળ શ કરી છે.
આજરોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં શહેરના નવા ૧૫૦ પર રીંગરોડ અટલ સરોવર પાસેની કોઈ જગ્યાએ અહીં રોડ પર એક બાઈક ચાલક ફિલ્મી સ્ટાઇલમાં અહીં રોડ પર પોતાનું બાઈક ઉભું રાખી તો રોડ પર ૨૧ લખી તેના પર પેટ્રોલ છાંટી સીનસપાટા કરતો હોય તેવું આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે. નબીરાએ આ પ્રકારે અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હોય તેવું આ વિડિયો પરથી જણાઈ રહ્યું છે.
વાયરલ થયેલા આ વીડિયોને યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે તપાસ શ કરી છે વીડિયોમાં દેખાતા આ શખ્સને ઝડપી લેવા અને તેને કાયદાનો પાઠ ભણાવવા માટે તેની શોધખોળ શ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech