દક્ષિણ રાજકોટ વિધાનસભા મત વિસ્તાર હેઠળના કોઠારીયા રોડ ઉપરના વોર્ડ નં.૧૭માં ભાજપના જ બે જૂથ સામસામે આવી જતા વોર્ડ પ્રમુખની નિયુકિત લટકી પડી હતી, શહેરના તમામ વોર્ડના પ્રમુખના નામ જાહેર થઇ ગયા છે પરંતુ આજ દિવસ સુધી વોર્ડ નં.૧૭ના પ્રમુખનું નામ જાહેર કરી શકાયું નથી, દરમિયાન તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ દ્રારા સંગઠન સંરચના અંતર્ગત વોર્ડ વાઇઝ પ્રતિનિધિઓ નિયુકત કરી તેમના નામ જાહેર કરાયા છે, તેમાં પણ વોર્ડ નં.૧૭ના પ્રતિનિધીનું નામ જાહેર કરાયું નથી.
વિશેષમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ એક તરફ સિનિયર કોર્પેારેટર અને સામા પક્ષે ભાજપના એક ઉચ્ચ નેતા વચ્ચે સંગઠનના હોદ્દેદારોની નિમણુકં મામલે મતમતાંતર બાદ અહમનો ટકરાવ થતા મામલો થાળે પડવાને બદલે વધુ બિચકયો છે, કોર્પેારેટર તેમની ગણતરી મુજબ યોગ્ય જણાય તેવા આગેવાનને નિયુકત કરવા ઇચ્છુક છે તો બીજી બાજુ ભાજપના ઉચ્ચ નેતા વર્તમાન હોદ્દેદારને યથાવત રાખવાની તરફેણમાં છે જેના કારણે કોકડું વધુ ગુંચવાયું છે.
વોર્ડ નં.૧૭માં જો આવી જ રાજકીય સ્થિતિ જારી રહેશે તો સમગ્ર શહેરના તમામ વોર્ડનું સંગઠન માળખું જાહેર થઇ જશે પરંતુ વોર્ડ નં.૧૭નું માળખું જાહેર નહીં થાય તેવી ચર્ચાએ કાર્યકર્તાઓમાં જોર પકડું છે
શહેર ભાજપના વોર્ડવાઇઝ પ્રતિનિધિ
વોર્ડ નંબર પ્રતિનિધિ
વોર્ડ નં.૧ કાનાભાઇ ખાણધર
વોર્ડ નં.૨ કૌશિકભાઇ અઢિયા
વોર્ડ નં.૩ નિતીન વાઘેલા
વોર્ડ નં.૪ ચંદુભાઇ ભંડેરી
વોર્ડ નં.૫ અનિલસિંહ પરમાર
વોર્ડ નં.૬ દલસુખભાઇ જાગાણી
વોર્ડ નં.૭ કૌશિક ચાવડા
વોર્ડ નં.૮ જયસુખભાઇ મારવીયા
વોર્ડ નં.૯ વિરેન્દ્રભાઇ ભટ્ટ
વોર્ડ નં.૧૦ અશ્વિનભાઇ ભોરણીયા
વોર્ડ નં.૧૧ મહેશ પીપળીયા
વોર્ડ નં.૧૨ યોગેન્દ્રસિંહ જાડેજા
વોર્ડ નં.૧૩ કેતનભાઇ વાછાણી
વોર્ડ નં.૧૪ મહેશભાઇ મૈત્રા
વોર્ડ નં.૧૫ નિલેશ હેરભા
વોર્ડ નં.૧૬ નિશિત અઘેરા
વોર્ડ નં.૧૭ નામ જાહેર કરાયું નથી
વોર્ડ નં.૧૮ હેમંતભાઇ કપુરીયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech