આરોપી સામે ચોતરફથી ફીટકાર : નરાધમને એસપી સમક્ષ રજુ કરાયો
જામનગર તાબેના સિકકા ગામમાં આઠ વર્ષની બાળાને અડપલા કયર્િ બાદ પછાડીને મોતને ઘાટ ઉતારવાના અત્યંત અરેરાટીજનક બનાવમાં ગણતરીની કલાકોમાં નરાધમ કુટુંબીક મામાને પોલીસે પકડી પાડી બે દિવસના રીમાન્ડ પર લીધો છે, ગઇકાલે બપોરે આરોપીને એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
સિકકા ગામમાં ત્રણ-ચાર દિવસ પહેલા મામા-ભાણેજના સબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 8 વર્ષની માસુમ બાળકીને અડપલા કરી ડરાવી હતી એ પછી બાળાને જમીન અને દિવાલમાં માથુ અથડાવીને ગંભીર ઇજા કરતા તેણીનું મોત નિપજયુ હતું, આ અંગે મૃતક બાળકીની માતા દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે ગુનો નોંધાવ્યો હતો, તુરંત પોલીસ દ્વારા તપાસ આદરી હતી અને આરોપી નરાધમ કુટુંબી મામાની ધરપકડ કરવામાં આવી હતી, આગવી ઢબે પુછતાછ કરી હતી.
આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરીને બે દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો છે, અને ગઇકાલે એસપી કચેરીએ આરોપીને લાવવામાં આવ્યો હતો આ અંગેની વધુ તપાસ સિકકા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. બનાવના કારણે આરોપી સામે ચોતરફથી ફીટકારની લાગણી વરશી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech