ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે ખાડામાં રહેતા દંપત્તિ પર આ જ વિસ્તારમાં રહેતા પરિવારે પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં પતિ-પત્ની બંનેને ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ૧૦,૦૦૦ ની ઉઘરાણીને લઈ આ હુમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં ભગવતપરા સરકારી હોસ્પિટલ સામે ખાડામાં રહેતા રીટાબેન ખીમાનંદ મગરમચા(ઉ.વ ૪૦) નામના મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ ૫/૮ ના બપોરના તે તા તેમના પતિ ખીમાનંદ સહિતનાઓ ઘર પાસે રોડ પર દશામાના મંદિર પાસે બેઠા હતા. ત્યારે અહીં ખાડામાં જ રહેતો સુરેશ લલીતભાઈ પરમાર તેનો ભાઈ અર્જુન અને તેના પિતા લલિત સહિતનાઓ ત્રણેય છરી અને પાઇપ સો આવ્યા હતા.
મહિલાને કહ્યું હતું કે, મેં તને સોનાનું ચગદુ અને દસ હજાર રૂપિયા આપ્યા હતા તે મને પરત આપી દે મારે જરૂર છે. જેી મહિલાએ સુરેશને કહ્યું હતું કે, મારી પાસે અત્યારે રૂપિયા ની હું તને સાંજે તારા રૂપિયા આપી દઈશ. તેમ કહેતા આ ત્રણેય ઉશ્કેરાયા હતા અને છરી વડે ફરિયાદીના પતિ ખીમાનંદ પર હુમલો કરી દીધો હતો જેમાં તેને માાનાભાગમાં છરી વાગી ગઈ હતી મહિલા વચ્ચે પડતા તેને પાઇપના ઘા માર્યા હતા. દરમિયાન અહીં અન્ય પરિવારજનો આવી બંનેને વધુ મારમાંી બચાવ્યા હતા. જતા જતા આ શખસોએ ધમકી આપી હતી કે, આજે તો તમે બચી ગયા જો મને મારા રૂપિયા નહીં આપો તો તમને લોકોને જાની મારી નાખીશ. હુમલામાં ઘવાયેલા પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બાદમાં મહિલાએ આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech