ચીનમાં હાહાકાર મચાવ્યા બાદ હવે ગુજરાતમાં પણ હ્યુમન મેટાન્યુમો વાયરસ (HMPV)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ એક કેસ નોંધાતા શહેરમા કુલ કેસની સંખ્યા 5 પર પહોંચી ગઈ છે. આ સાથે જ રાજ્યમાં વાયરસનો ખતરો વધી રહ્યો છે.
નવા કેસની વાત કરીએ તો કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ અમદાવાદમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાં એક 9 માસનું બાળક અને એક 80 વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સાબરકાંઠામાં પણ એક કેસ નોંધાયો છે.
HMPV એક શ્વસન સંબંધી વાયરસ છે, જે ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. આ વાયરસના લક્ષણો સામાન્ય શરદી અને ફ્લૂ જેવા જ હોય છે. જેમાં તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, નાક વહેવું અને ગળામાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech