મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પહોંચી ગયેલું નૈઋત્યનું ચોમાસું હજુ ગુજરાતમાં આવ્યું નથી. પરંતુ વરસાદી માહોલ ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના ૮૯ તાલુકામાં સામાન્ય ઝાપટાથી સવા બે ઇંચ જેટલો વરસાદ થયો છે.સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસા, પાટણ જિલ્લાના સરસ્વતી, આણંદ જિલ્લાના અંકલાવ અને મહેસાણામાં નોંધાયો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અમરેલી ભાવનગર અમદાવાદ વડોદરા ઇડર અને ડીસામાં તોફાની પવન સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ પોરબંદર વેરાવળ દ્વારકા ઓખા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી
દરમિયાનમાં બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ દિશામાં ઓડિશા નજીક સર્જાયેલું વેલમાર્ક લો પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી આજે સવારે 5:30 વાગે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને નોર્થ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે સાગર તથા ખેપુપુરા વચ્ચે આજે બપોરે ત્રાટકે તેવી શક્યતા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પ્રતિ કલાકના 55 થી 70 કીલોમીટરની ઝડપે પવન ફૂકાઈ રહ્યો છે અને તેથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ
મંગળવારે ગરમીના પ્રમાણમાં ચારથી પાંચ ડિગ્રી જેટલો ઘટાડો થયા બાદ બુધવારે તે ધોવાઈ ગયો છે અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં ફરી મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે રાજ્યના અનેક ભાગોમાં સવારે વાદળો જોવા મળ્યા છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech