બેંગલુરૂની વિશેષ પ્રતિનિધિ અદાલતે શુક્રવારે ચૂંટણી બોન્ડ દ્રારા કથિત ગેરવસૂલીના કેસમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને અન્યો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જનઅધિકાર સંઘર્ષ પરિષદના સહ–અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુની સ્પેશિયલ પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે પગલાં લેવાના નિર્દેશો માંગ્યા હતા.જેના અનુસંધાને બેંગલુ કોર્ટે નાણા મંત્રી નિર્મલા સીતારમણ વિદ્ધ ચૂંટણી બોન્ડ દ્રારા કથિત રીતે નાણાંની ઉચાપત કરવા બદલ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં બેંગલુરૂ કોર્ટના આદેશો બાદ હવે નાણા મંત્રી નિર્મલા સીતારમણ વિદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. અરજદારે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ દ્રારા ધાકધમકી દ્રારા ખંડણી ઉઘરાવવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે બેંગલુના તિલક નગર પોલીસ સ્ટેશનને ઈલેકટોરલ બોન્ડ દ્રારા ખંડણીના મામલામાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો
સુનાવણી ૧૦ ઓકટોબર સુધી સ્થગિત
અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ઈડી અધિકારીઓ, ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્ર્રીય નેતાઓ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, બીવાય વિજયેન્દ્ર વિરુધ્ધ ફરિયાદ કરી હતી. હતી. અરજદાર વતી વરિ વકીલ બાલને દલીલો રજૂ કરી હતી. કેસની સુનાવણી ૧૦ ઓકટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech