જિનપરા હોકળી વિસ્તારમાં વોર્ડ નં–૨ તથા વોર્ડ નં–૭. અડધો અડધો વોર્ડ નગરપાલિકામાં ચૂંટાયેલ પ્રમુખ ઉપપ્રમુખનો વિસ્તાર હોવાથી સ્વચ્છતાનું રટણ કરતા નગરપાલિકાના સત્તાધીશો બગસરા વિસ્તારમાં સ્વચ્છતાના નાટક ભજવવા તેમજ દીવાલો ઉપર સ્વચ્છતાના ચિત્રો દોરી બગસરા સ્વચ્છ લખી અને બગસરા વાસીઓને ઉંધા ચશ્મા પહેરાવતા નગરપાલિકાના સત્તાધીશો પોતાના જ વિસ્તારમાં મુલાકાત લઈને શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવે. વોર્ડ નંબર ૨ તથા વોર્ડ નંબર સાતમાં હાલ ઘણા સમયથી ગટરનો પાઇપ તૂટી જતા સમગ્ર બગસરા ગટરનું પાણી જીનપરા હોકળી વિસ્તારમાં પસાર થાય છે તે વિસ્તારમાં લોકો આ ગટરના પાણીની દુગધથી ત્રાહિમામ પોકારી ગયા છે વિસ્તારમાં ગત ચોમાસામાં આ હોકળીમાં સફાઈ ન થતા ગાંડીવેલ તથા બાવળ, કચરોના ડૂચા ભરાઈ જતા તે હોકળીમાં સફાઈ થયેલ ન હોય જેથી રહેવાસીઓને વધુ વરસાદ આવતા તે વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને તે લોકોને પોતાના ઘરબાર મૂકીને પોતાનો જીવ બચાવી માંડ માંડ બહાર નીકળી શકયા હતા બાજુમાં સરક્ષણ દિવાલ કરવા માટે તે વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆત કરેલ હતી. પરંતુ નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાઈ ગયેલા સભ્યો દ્રારા કોઈપણ જાતની મુલાકાત કરવામાં ન આવી હતી અને ત્યાં અનેક જીવજંતુઓનો પણ વસવાટ થઈ ગયો હોય જેથી રાત્રીના જીવજંતુ રખડતા હોય નાના નાના બાળકોના પણ જીવ જોખમમાં મુકાય છે ત્યારે ત્યાંના રહેવાસીઓ દ્રારા તાત્કાલિક ધોરણે આ ગટરનું પાણી બધં કરી તેમજ સંરક્ષણ દિવાલ કરી આપવાની માંગણી ત્યાંના રહેવાસીઓ દ્રારા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખને પણ રજૂઆત કરેલ હોય તાત્કાલિક ધોરણે આ રજૂઆત સ્વીકારવામાં આવે તેવી માંગણી ત્યાંના રહેવાસીઓ દ્રારા કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech