પ્રાપ્ત વિગત મુજબ રામપરા બેટી ગામે રહેતો એન એરપોર્ટમાં કાર રાખી ડ્રાઇવિંગ કરતો કિશન દુધરેજીયા (ઉ.વ.25)નો યુવક ગઈકાલે મિત્રો સાથે કારમાં જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતી બે કાર કિશનની કાર બાજુ દબાવતા કિશને કાર બેટી રામપરા હાઇવે પરની હોટેલ પાસે ઉભી રાખતા પાછળની બે કારમાંથી મયુર રેવા ભરવાડ તેના પિતા રેવા ધનાભાઈ ભરવાડ સહીત અજાણ્યા પાંચથી છ શખ્સો ધોકા પાઇપ સાથે ઉતરતા કિશન અને મિત્ર જયેશ જીવ બચાવવા ભાગ્યા હતા. તેની પાછળ આ શખસો દોડી ધોકા પાઇપથી તૂટી પડ્યા હતા. જેમાં કિશન અને જયેશને ઇજા થઇ હતી. શખ્સોએ વાહનોમાં પણ તોડફોડ કરતા નુકશાન થયું હતું. બનાવ અંગે કિશન દુધરેજીયાની ફરિયાદના આધારે કુવાડવા પોલીસે મયુર તેના પિતા રેવા બોરસીયા સહીત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુના માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટી શાળા નં-17માં રહેતો રાહુલ રેવાભાઈ બોસરીયા (ઉ.વ.25)નો ગત તા.15ના કુવાડવા રોડ પર ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલ પાસે આવેલા સીએનજી ગેસ પંપમાં સ્વીફ્ટ કારમાં ગેસ ભરાવવા માટે ગયો હતો ત્યારે લાઈનમાં વારા બાબતે કાર ચાલક કિશન દુધરેજીયા સાથે ગાળાગાળી થતા કિશન અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખસોએ મયુર અને તેના પિતા રેવાભાઈ ઉપર હુમલો કર્યો હતો જયારે સામાપક્ષે કિશન દુધરેજિયાને આ માથાકુર થતા ત્યારે તેણે રામપર બેટી ગામે રહેતા તેના મિત્ર જયદીપ જગદીશભાઈ મકવાણા (ઉ.વ.20)ને ફોન કરીને બોલાવ્યો હતો દરમિયાન રાહુલ ભરવાડ તેના પિતા રેવાભાઈ અને બીજા બે અજાણ્યાએ ધોકા પાઇપ વડે મારમારતા જયદીપને માથામાં ઇજા થઇ હતી. આ બાબતે બને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે આઠ સામે ગુનો નોંધ્યો હતો. જેનો ખાર રાખી ફરી હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે ફરાર પિતા પુત્ર સહિતની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech