ભાવનગર રોડ ઉપર ગઢકા ગામના પાટિયા પાસે નવી બની રહેલી આર.કે.પ્રાઈમની સાઈટ પર પ્લમ્બિંગ કામ કરતી વખતે વીજશોક લાગતા યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ છે. કામ કરતી વખતે બ્રેકર હાથમાં હોય જે સ્વિચબોર્ડને અડી જતા શોક લાગ્યો હતો. બનાવના પગલે આજીડેમ પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
પ્રા વિગત મુજબ શહેરના જામનગર રોડ ઉપર બજરગં વાડી શેરી નં–૧૩માં રહેતા સંજયભાઈ સવજીભાઈ રજવાડીયા (ઉ.વ.૪૦) નામના યુવક આજે સવારે ભાવનગર રોડ ઉપર ગઢકા ગામના પાટિયા પાસે આર.કે. પ્રાઈમ નામની નવી બનતી બાંધકામની સાઈટ પર પ્લમ્બિંગ કામ કરતા હતા ત્યારે બ્રેકર હાથમાં હોય ત્યારે હાથ પીનને અડી જતા જોરદાર વીજશોક લાગતા ત્યાંજ કડિયાકામ કરતા શ્રમિકો દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડી પરિવારને જાણ કરતા પરિવારજનો પણ હોસ્પિટલએ દોડી આવ્યા હતા. સંજયભાઈને સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં સૌથી નાના હતા અને સંતાનમાં બે દીકરા છે. આગળની તપાસ આજીડેમ પોલીસે હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech