શહેરની જુદી જુદી શાળા કોલેજોમાં ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વિધાર્થીઓ કે જેમની પાસે લાયસન્સ ન હોય છતાં વાહન હંકારી સ્કૂલે આવતા હોવાથી કાર્યવાહી કરી છે. રાયમાં વર્ષ ૨૦૨૩ દરમિયાન માર્ગ અકસ્માત થવાના કારણે ૭૬૧૮ વ્યકિતના મુત્યુ થયા હતા અને જેમાંથી ૧૬૨૩ વ્યકિતઓ ૨૬ વર્ષથી નીચીની વયના હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આથી શાળા–કોલેજ સમયથી જ માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવાય અને અકસ્માત નિવારી શકાય એ માટે વખતો વખત ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્રારા અવેરનેસ અંગે સેમિનારનું આયોજન કરી ટ્રાફિક નિયમો વિશેના પાઠ ભણાવવામાં આવે છે એમ છતાં વિધાર્થીઓ દ્રારા ટ્રાફિક નિયમોનું ઉલ્લઘન કરી વાહન હંકારી રહ્યા હોવાથી ગઈકાલે ટ્રાફિક પોલીસ દવારા શહેરની જુદી જુદી શાળા કોલેજોમાં ડ્રાઈવ યોજી ૧૮ વર્ષથી નીચેની વયના કે જેમને લાયસન્સ ઈશ્યુ થયું ન હોય એવા ૩૫ જેટલા વિધાર્થીઓ વાહન લઇને સ્કૂલ કોલેજમાં આવતા પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી અને હજુ પણ આ ડ્રાઈવ શ રહેશે આથી વાલીઓને પણ પોતાના બાળકોને વાહન ન આપવા સૂચના આપવામાં આવી હતી. આ કાર્યવાહી ટ્રાફિક ડીસીપી પૂજા યાદવની સૂચનાથી એસીપી જે,બી.ગઢવીની રાહબરીમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech