આકાશવાણી ચોક પાસે ભગતસિંહ ગાર્ડન નજીકની નકળગં હોટલ પર માત્ર ા.૧૦૦ની લેતીદેતીમાં પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલ સળગાવાવાનો પ્રયાસ કરી ભાગી ગયેલા ત્રણ આરોપીઓને ગાંધીગ્રામ–ર પોલીસ અને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા હતા.
દરમિયાન આજરોજ આ આરોપીઓને બનાવસ્થળે લઇ જઇ ઘટનાનું રિ–કન્સ્ટ્રકશન કરાવામાં આવ્યું હતું.જેના પગલે અહીં લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતાં.આ પ્રકરણમાં હજુ એક આરોપી વોન્ટેડ હોય જેને ઝડપી લેવા પોલીસે શોધખોળ યથાવત રાખી છે.
મકરસંક્રાંતિની રાત્રે માત્ર ા.૧૦૦ની લેતી–દેતી બાબતે નકળગં હોટલ ઉપર પેટ્રોલ બોમ્બથી હત્પમલો કરવામાં આવ્યો હતો. જોકે સદ્દનસીબે પેટ્રોલ બોમ્બ પાકિગ એરિયામાં પડતા કોઈ જાનહાનિ થઈ ન હતી.જોકે આ ઘટનાને લઇ શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇ સવાલો ખડા થયા હતાં.
ગાંધીગ્રામ–ર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શ કરી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમોએ પણ તપાસમાં ઝુકાવ્યું હતું.દરમિયાન ગાંધીગ્રામ–ર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં ટીમે આરોપી જયદેવ મહેશ રામાવત (રહે. ગુજરાત હાઉ. બોર્ડના કવાટર, ભગતસિંહ ગાર્ડન પાસે) અને એક સગીરને ઝડપી લીધો હતો. જયારે ક્રાઈમ બ્રાંચે ત્રીજા આરોપી ચિરાગ શૈલેષ જલાલજી (ઉ.વ.ર૦, રહે. આકાશવાણી ચોક, ભગતસિંહજી કવાર્ટર)ને ઝડપી લીધો હતો. ગાંધીગ્રામ–ર પોલીસે બંને આરોપીઓ પાસેથી બે ટુ વ્હીલર પણ કબજે કર્યા હતા.
પોલીસની આરોપીઓની પુછતાછ કરતા એવું રટણ કયુ હતું કે, અહીં નકળગં હોટલે પૈસાની લેતી બાબતે માથાકૂટ થયા બાદ હોટલ સંચાલક દ્રારા તેમની સાથે મારકૂટ કરવામાં આવી હોય બાદમાં બદલો લેવાની ભાવના સાથે તેમણે આ હત્પમલો કર્યેા હતો પોલીસ ઝડપાયેલા આરોપીઓને આજરોજ બનાવસ્થળે લઈ જઇ તેમની પાસે ઘટનાનું રી–કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. આરોપીઓને અહીં બનાવસ્થળે લાવતા અહીં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા. આ પ્રકારનું કૃત્ય આચારનાર આ આરોપીઓની પોલીસે આગવીઢબે સરભરા કરી તેમના કાયદાનો પાઠ પણ ભણાવ્યો હતો
રીલ પરથી પેટ્રોલ બોંમ્બ ફેંકવાનો આઈડિયા મળ્યો
આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા એવી હકીકત સામે આવી હતી કે, નકળગં હોટલે થયેલી આ માથાકૂટ બાદ તેમણે બોટલમાં જવલનશીલ પ્રવાહી ભરી તેનો ઘા કરી હોટલમાં આગ ચાંપી દેવાનું જે કૃત્ય આચયુ છે તેનો આઈડિયા તેમને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઇ આવ્યો હતો. આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં આ પ્રકારની રીલ જોઈ હોય તેના પરથી આ દુષ્પ્રેરણા મેળવી કૃત્ય આચયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech