રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચને આજે વધુ શો મિલકત સીલ કરીને 85 લાખ વસૂલ્યા હતા. મિલકત વેરાની વાર્ષિક વસૂલાતનો 410 કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં હવે 7 કરોડનું છેટુ રહ્યું છે આજે બપોરની સ્થિતિએ વેરાની કુલ વાર્ષિક આવક 403 કરોડએ પહોંચી છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ ના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં-૭માં ગોંડલ રોડ પર આવેલ ગૌતમ કોમર્શીયલ સેન્ટરમાં ઓફિસ નં-૧૧૬ ને સીલ, ગોંડલ રોડ પર આવેલ ચંદન વિલા બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૧૪ સીલ, ગોંડલ રોડ પર આવેલ જીમ્મી ટાવર ફિફથ ફલોર ઓફિસ નં-૨૮ સીલ, ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટને સીલ, વોર્ડ નં-૧૮માં હરી ધવા રોડ પર આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૭૨,૭૨૦, કોઠારીયા રીંગ રોડ પર આવેલ રામનગરમ -૧માં ૧-યુનિટને સીલ, કોઠારીયા રોડ પર આવેલ અન્ય ૧-યુનિટને સીલ આ મુજબ કુલ છ મિલકતો સીલ કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech