પોરબંદરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં હાઇવે પર જતા રાહદારીઓ અને પશુઓને રેડિયમ બેલ્ટ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે ઉપરાંત જનજાગૃતિના કાર્યક્રમો પણ ટ્રાફિક અવેરનેસ માટે યોજાયા હતા.
જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર ટ્રાફિક અંગેની કામગીરીમાં ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા ભાવપરા તથા મિયાણી ગામે ગામે અવનેશ પ્રોગ્રામ અલગ -અલગ જગ્યાએ કરવામાં આવેલ જેમાં ટ્રાફિક અંગેના લ્સની સમજ કરવામાં આવેલ તેમજ હાલના સંજોગો અંગે દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને પોલીસ જાણ કરવા સમજ કરવામાં આવેલ અને હાઇવે રોડ ઉપર પશુઓ ને રેડિયમ બેલ્ટ લગાડવામાં આવેલ તેમજ દર્શનાર્થે તેમ જ સીમ વિસ્તારમાં જતા રાહદારીઓને રેડિયમ બેલ્ટ લગાડી હાઇવે પર સુરક્ષિત રીતે ચાલવાની સમજ કરવામાં આવી હતી.આ કામગીરીમાં ટ્રાફિક શાખાના પી.એસ.આઇ. એસ.આર. જાડેજા, એ.એસ.આઇ. બી.કે. ઝાલા, કોન્સ્ટેબલ સંજય દુર્ગાઇ અને મયુર બાલસ વગેર ની ટીમ જોડાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech