ચોટીલા તાલુકાનાં ઢાંકણીયા ગામની સીમમાં કટીંગ ટાંકણે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી ા.૭૮.૬૫ લાખની કિંમતનો ૬૩૪૨ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દાનો આ જથ્થો, ટ્રક સહિત બે વાહન મળી કુલ ા.૧.૧૩ કરોડનો મુદામાલ કબજે કર્યેા હતો. દાનો આ જથ્થો ચોટીલાનાં નાની મોલડીનાં દિલીપ ધાંધલે મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે ૮ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલનાં વડા નિર્લીરાયની સુચના હેઠળ ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન પીએસઆઈ એસ.વી.ગરચરને એવી બાતમી મળી હતી કે ચોટીલા તાલુકાના ઢાંકણીયા ગામની સીમમાં વાડી વિસ્તારમાં દાનાં મોટા જથ્થાનું કટીંગ થઈ રહ્યું છે. આ બાતમીનાં આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડયો હતો.
દાના કટીંગ સમયે જ પોલીસે અહીં પહોંચી ા.૭૮,૬૫,૦૮૨ની કિંમતનો ૬૩૪૨ બોટલ દાનો જથ્થો, ટ્રક અને પીકઅપ વાહન સહિત કુલ ા.૧,૧૩,૬૫,૦૮૨નો મુદામાલ કબજે કર્યેા હતો. પોલીસ તપાસમાં દાનો આ જથ્થો ચોટીલાનાં નાની મોલડી ગામે રહેતા દિલીપ બાવકુભાઈ ધાંધલે મંગાવ્યો હોવાનું માલુમ પડયું હતું જેથી પોલીસે દિલીપ ઉપરાંત ટ્રકનાં ડ્રાઈવર, સ્કોર્પિયોનાં ડ્રાઈવર, રેડ દરમિયાન નાશી ગયેલા પાંચ અજાણ્યા શખ્સો, પીકઅપ વાહનનાં માલિક તથા દાનો જથ્થો મોકલનાર સહિત આઠ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. દાના આ દરોડા અંગે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech