જેતપુરમાં અમરનગર રોડ પર મંત્રી સોસાયટીમાં રહેતા શખસના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ચાર શખસોને જુગાર રમતા ઝડપી લીધા હતાં.પોલીસે રોકડ રકમ,ચાર મોબાઇલ ફોન અને બાઇક સહિત કુલ .૩૭,૮૯૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,જેતપુર સિટી પોલીસ મથકના પીઆઇ એ.ડી.પરમારની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. સગારભાઇ ઝાપડીયા અને શકિતસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જેતપુર અમરનગર રોડ પર મંત્રી સોસાયટી અભિષેક પાર્ક બ્લોક નં.ડી માં રહેતો મુકેશ દેવરના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે પટમાંથી રોકડ .૧૦,૮૯૦ તથા ચાર મોબાઇલ એક બાઇક સહિત કુલ . ૩૭,૮૯૦ નો મુદમાલ કબજે કર્યેા હતો. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં મકાનમાલિક મુકેશ પંડીતભાઇ દેવરે ઉપરાંત સંતોષ દયારામભાઇ પાટીલ, ધીરજ કૈલાશભાઇ પાટીલ અને યુવરાજ દગડુભાઇ પાટીલનો સમાવેશ થાય છે.પોલીસે તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech