ભીમ અગિયારસ પહેલા જ જુગારની મૌસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે.ત્યારે આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે રાજકોટ તાલુકાના ઉમરાળી ગામની સીમમાં રાત્રીના વાડી પાસે લાઇટના અજવાળે જુગારની મહેફિલ પર દરોડા પાડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે અહીં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતાં.જયારે છ શખસો અંધારાનો લાભ લઇ નાસી ગયા હતાં. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૭,૯૫૦ કબજે કરી નાસી ગયેલા શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.વી.ગોહિલ તથા હેડ કોન્સ. ધર્મેશભાઇ મુંધવા, અનિરૂધ્ધસિંહ સોલંકી, અજયભાઇ હુંબલ, કોન્સ. કૃષ્ણદેવસિંહ ગોહિલ, વિષ્ણુભાઇ ગમારા સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન સરધારધામ,ભૂપગઢ ચોકડી પાસે પહોંચતા બાતમી મળી હતી કે, ઉમરાળી ગામની સીમમાં જુગારની મહેફિલ મંડાઇ છે. આ બાતમીના આધારે ઉમરાળી ગામની સીમમાં સુરેશ પટેલની વાડીની લાઇટના અજવાળે ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડયો હતો.
પોલીસને જોતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન અહીં જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતાં. જેમાં વિરા ડાભુભાઈ ડવ, રાયધન માંડણભાઈ સુવાણ, વિશાલ રાવતભાઈ ડાંગર, જયદીપ અરવિંદભાઈ સતાપરા, દિનેશ ભોળાભાઈ સોસા, અશ્વિન લાખાભાઈ ધરજીયા, હકા છગનભાઈ સાકરીયા, ભાવિન વસંતભાઈ જળુ, અનિરુદ્ધ લાભુભાઈ ડવ, પ્રવીણ તળસીભાઈ સતાપરાનો સમાવેશ થાય છે. જયારે દરોડા દરમિયાન અંધારનો લાભ લઇ છ શખસો નાસી ગયા હતાં.જેમાં મુકેશ, મનસુખ જસમતભાઇ જોગરાજીયા, રાજેશ ઉર્ફે રજીયો, વિનોદ ઝાલા, મુકેશ ઉર્ફે મોન્ટુ અને પ્રવિણ ઝાપડીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૧૭,૯૫૦ કબજે કરી નાસી ગયેલા શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ લક્ષ્મણ ટાઉનશીપ વિંગ જે ફ્લેટ નં. 611 રમેશ બાબુલાલ ઉનડકટના ક્વાર્ટરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતા.જેમાં રમેશ બાબુલાલ ઉનડકટ, બાબુ ગોપાલભાઈ સોરઠીયા અને દિવ્યાંગ કાનજીભાઈ સુરેલીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ.7050 કબજે કરી આરોપીઓ સામે જુગારધામ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech