રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમએ કાર્યભાર સંભાળ્યો ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં યાર્ડની આવક રૂ.૨૬ કરોડ હતી જે હાલ વધીને વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં રૂ.૪૩ કરોડે પહોંચી છે અને પ્રત્યક્ષદર્શીય રીતે રૂ.૧૫ કરોડનો વધારો થયો છે. ગત નાણાંકીય વર્ષની તુલનાએ આવકમાં ચાર કરોડનો અને બચતમાં બે કરોડનો વધારો નોંધાયો છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ ગોવિંદભાઇ બોઘરાએ આવક-જાવકના હિસાબો જાહેર કરતા આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૪-૨૦૨૫માં કુલ આવક રૂ.૪૧ કરોડ ૩૧ લાખ ૬૯ હજાર ૬૫૮ ને ૬૧ પૈસા થઇ હતી જેની સામે કુલ ખર્ચ રૂ.૩૧ કરોડ ૪૩ લાખ ૯૫ હજાર ૨૨૮ને ૪૦ પૈસા થયો હતો, જ્યારે કુલ બચત રૂ.૯ કરોડ ૮૭ લાખ ૭૪ હજાર ૪૩૦ને ૨૧ પૈસા થઇ છે.
યાર્ડમાં શ્રેણીબધ્ધ વિકાસકામોની શ્રુંખલા
૧.જુના યાર્ડનું તબક્કાવાર રિનોવેશન
૨.જુના યાર્ડમાં આરસીસી અને ડામર રોડ
૩.જુના યાર્ડમાં નવા ટોઇલેટ બ્લોકનું નિર્માણ
૪.જુના યાર્ડમાં પ્લેફોર્મ્સનું રિનોવેશન
૫.જુના યાર્ડમાં બાયોવેસ્ટ પ્લાન્ટ, ખાતર વેંચાણ કેન્દ્ર
૬.આકસ્મિક અવસાન આર્થિક સહાયનો પ્રારંભ
૭.કિસાન સેવા કેન્દ્રનો પ્રારંભ
૮.ઘઉં વેંચાણ કેન્દ્રનો પ્રારંભ
૯.નવા યાર્ડમાં આરામ ગૃહની સુવિધા
૧૦.નવા યાર્ડમાં વોટર પ્લાન્ટ નિર્માણ, ડોર ટુ ડોર પાણી
૧૧.આરોગ્ય નિદાન કેન્દ્ર, મેડિકલ ચેક અપ કેમ્પ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech