રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદનો મામલો જૂથવાદને કારણે ગરમાયો છે અને રાયભરમાં ચર્ચાસ્પદ બન્યો છે તો બીજી બાજુ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પદનો મામલો પણ ગોટે ચડો છે. જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ૨૪ દાવેદારો મેદાનમાં છે ત્યારે જો આજે અથવા આવતીકાલ સુધીમાં નામ જાહેર નહીં કરાય તો નિર્ણય વિલંબિત થવાની શકયતા છે. વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખ ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન પણ હોય તેમના વિધ્ધ એક વ્યકિતને બે હોદ્દાની રજુઆત ઉપરાંત તેમની એક ઓડીયો કિલપનું પ્રકરણ પણ ચર્ચાની એરણે ચડું છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાને રીપીટ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા ભાજપના એક જૂથ તેમની તરફેણમાં લોબિંગ કરવામાં આવી રહ્યું છે, સામા પક્ષે હરીફ જૂથ અને જૂના જોગીઓ દ્રારા તેમના વિદ્ધ પુરાવા સાથે રજૂઆતોનો મારો ચલાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. વર્તમાન પ્રમુખને રિપિટ કરશે તેવી ચર્ચાએ જોર પકડતા હરીફ જૂથ ગિન્નાયું છે અને એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. જિલ્લા ભાજપના બન્ને જૂથ દ્રારા દિલ્હી સુધી લોબિંગ કરાયું છે અને હવે નિર્ણયની રાહ જોવાઇ રહી છે. પ્રદેશ ભાજપ નિયુકત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ નામોનું લિસ્ટ પ્રદેશમાં અને ત્યાંથી પ્રદેશે કોઇ ચોક્કસ નામની પેનલ બનાવવાને બદલે ચાર પાંચ નામોને અગ્રતા ક્રમ આપીને દાવેદરોનું પૂરેપૂં લિસ્ટ નવી દિલ્હી ખાતે મોકલી આપ્યું હોવાનું જાણવા મળે છે, હવે અંતિમ નિર્ણય પાર્ટી હાઇ કમાન્ડ કરશે. એક તબક્કે તા.૮ સુધીમાં નામ જાહેર થઇ જશે તેવી વાત હતી પરંતુ
(અનુ. નવમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech