બોલો લ્યો હવે તો ગજબના સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની ઓફિસમાં જ ફાયર NOC જ નહીં હોવાનું સામે આવ્યું છે. જે બાદ નોટિસ ફટકારવામાં આવી છે.
વિગતવાર વાત કરીએ તો રાજકોટ મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કુરિયર કંપનીની ઓફિસ જે બિલ્ડીંગમાં આવેલ છે તેને નોટીસ ફટકારવામાં આવી છે. ફાયર સેફ્ટીને લઈને ફાયર બ્રિગેડે નોટીસ પાઠવી છે. ગત મહિને આગ લાગી હતી. નિયમ પ્રમાણે ફાયર સેફ્ટીના સાધનોનું ફિટીંગ કરાવવા માટે રાજકોટ ફાયર બ્રિગેડે નોટીસ ફટકારી છે.
NOC ન હોવાનું સામે આવ્યું
રાજકોટ શહેરના પોશ વિસ્તાર એવા યાજ્ઞિક રોડ પર આવેલી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં જુલાઈ મહિનાના મધ્યમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જે બાદ ફાયર વિભાગે તપાસ કરતા આ ઓફિસમાં ફાયર NOC ન હોવાનું સામે આવતા મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
આ છે નિયમ...
નિયમ મુજબ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં 9 મીટરથી વધુ ઊંચાઈ હોય તો ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી ફરજીયાત હોય છે. પરંતુ અહીં ફાયર સિસ્ટમ ન હોવાથી ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં નોટિસ મળ્યાના એક સપ્તાહની અંદર ફાયર સિસ્ટમ અંગે કાર્યવાહી કરવામાં ન આવે તો બિલ્ડીંગ સીલ કરવા સુધીની જોગવાઇ છે. જો કે સાંસદ મોકરિયા દ્વારા ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા અંગે બાયંધરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech