વર્ષ 2023 રણબીર કપૂર માટે ઘણું સારું રહ્યું. અભિનેતાની ફિલ્મ 'એનિમલ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મની જબરદસ્ત સફળતા પછી રણબીર કપૂર પાસે ઘણા મોટા બજેટ પ્રોજેક્ટ છે. આ બધાની વચ્ચે હવે અભિનેતાના હેરડ્રેસરે તેના નવા લૂકની તસવીરો શેર કરી છે. અભિનેતાના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે રણબીર કપૂરનો નવો લુક 'એનિમલ પાર્ક' અથવા ‘ધૂમ-4’ માટે છે.
રણબીર કપૂરના નવા લૂકની તસવીરો વાયરલ
સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમે રણબીરને ફ્રેશ હેરસ્ટાઈલ આપી છે. ગઈકાલે તેણે તેના ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ પર 'વેક અપ સિડ' સ્ટારના નવા દેખાવની તસવીરો શેર કરી. ફોટામાં અભિનેતા તેના શોર્ટ સ્લિક હેરકટને ફ્લોન્ટ કરતો જોવા મળે છે. તસવીરોમાં રણબીરનો સ્વેગ તેની ટોચ પર જોવા મળ્યો હતો અને તેણે પોતાનો નવો લુક દર્શાવતા સ્ટાઇલિશ પોઝ આપ્યા હતા. તસવીરોમાં રણબીર કપૂર બ્લેક સનગ્લાસ સાથે બ્લેક શર્ટ પહેરેલો જોવા મળે છે. ટ્રીમ દાઢી સાથે અભિનેતા એકદમ ડેશિંગ લાગે છે.
રણબીર કપૂરનો નવો લુક 'ધૂમ-4' માટે?
આ તસવીરો પોસ્ટ કરતી વખતે આલિમે કેપ્શનમાં લખ્યું, "હોટનેસ એલર્ટ!!! રણબીર કપૂર." થોડી જ વારમાં રણબીરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને લોકો તેના નવા લૂકના દીવાના થઈ રહ્યા છે. કેટલાક લોકોનું અનુમાન છે કે અભિનેતાનો આ નવો લુક તેની આગામી ફિલ્મ 'ધૂમ 4' અથવા 'એનિમલ પાર્ક' માટે છે.
'ધૂમ 4'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે રણબીર કપૂર
રિપોર્ટ અનુસાર રણબીર કપૂર 'ધૂમ 4'માં લીડ રોલમાં જોવા મળશે. આ તેની 25મી ફિલ્મ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે રણબીર સાથે ધૂમ 4 માટે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. બેઝિક આઈડિયા સાંભળ્યા પછી, તેણે ધૂમ 4 નો ભાગ બનવામાં રસ દાખવ્યો હતો અને હવે આખરે આ ફ્રેન્ચાઇઝીમાં જોડાવાની પુષ્ટિ કરવામાં આવી છે. આદિ ચોપરાને લાગે છે કે ધૂમના વારસાને આગળ વધારવા માટે આરકે આઈડીયલ ઓપ્શન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech