રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગયા મહિને એક બાળકીના માતા-પિતા બન્યા છે. ઘરમાં બાળકીના આગમનથી દીપિકા અને રણવીર બંને વ્યસ્ત થઈ ગયા છે. દીપિકા પોતાની દીકરીની જાતે જ સંભાળ લઈ રહી છે. આ કારણોસર તે આજે તેની ફિલ્મ સિંઘમ અગેઈનના ટ્રેલર લોન્ચમાં આવી શકી ન હતી. પરંતુ રણવીર સિંહ ટ્રેલર લોન્ચ પર પહોંચ્યો હતો જ્યાં તેણે કહ્યું કે તેની બેબી ગર્લ પણ સિંઘમ અગેઇનથી ડેબ્યૂ કરી રહી છે.
સિંઘમ અગેઈનના ટ્રેલર લોન્ચ વખતે સમગ્ર સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. ફિલ્મમાં અજય દેવગનની સાથે કરીના કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને જેકી શ્રોફ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે લેડી સિંઘમનો રોલ કર્યો છે.
બેબી સિમ્બાએ કરી હતી તેની શરૂઆત
ટ્રેલર લોન્ચ વખતે રણવીર સિંહે તેની દીકરી અને દીપિકા વિશે વાત કરી હતી. રણવીરે કહ્યું- દીપિકા તેની બાળકીમાં વ્યસ્ત છે તેથી તે આવી શકી નથી. મારી ડ્યુટી રાત્રે છે એટલે હું આવ્યો. અમારી ફિલ્મમાં ઘણા બધા સ્ટાર્સ છે, આ મારી બેબી, માય બેબી સિમ્બાનું ડેબ્યુ છે કારણ કે સિંઘમના શૂટિંગ સમયે દીપિકા ગર્ભવતી હતી. તો લેડી સિંઘમ, સિમ્બા અને બેબી સિમ્બા તરફથી આપ સૌને દિવાળીની શુભકામનાઓ.
સિંઘમ અગેઇનની વાત કરીએ તો આ ફિલ્મ 1લી નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે ટ્રેલરથી જ એક રેકોર્ડ બનાવ્યો છે. તેનું ટ્રેલર 4 મિનિટનું છે જે અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રેલર છે. 4 મિનિટનું ટ્રેલર બતાવે છે કે કેવી રીતે અજય દેવગન તેની પત્નીને પરત લાવવા માટે આખી દુનિયાને એક કરે છે. કેવી રીતે તેની આખી સેના તૈયાર કરીને કરીનાને પરત લાવવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech