સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રિક્ષા ચાલકો ધરાર પણે અંદર ઘુસી દાદાગીરીથી ફેરા કરતા હોવાની બૂમ ઉઠતા સિકયોરિટી દ્રારા દર્દીઓ સાથે આવતા રિક્ષાઓ સિવાયનાને બહાર તગેડવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર્ર–કચ્છમાંથી દર્દીઓ આવતા હોવાથી કેમ્પસમાં ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બની ગયો છે. વધારામાં સાથે કેટલાક દર્દીઓને પરિવારજનો પોતાના કે અન્ય પ્રાઇવેટ વાહનમાં લઇ આવતા હોય છે. ખાસ કરીને સવારથી બપોરના ૧ વાગ્યા સુધીમાં વાહનોની કેમ્પસમાં વધુ અવર–જવર જોવા મળે છે. આ વચ્ચે આઈ હોસ્પિટલથી ટ્રોમા સેન્ટર સુધી દર્દીને લઇને આવતી રિક્ષા ઉપરાંત ફેરા માટે અંદર સુધી રિક્ષાઓ ઘુસી જતા કાયમી ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે. દાદાગીરી પૂર્વક અંદર ઘુસતા રિક્ષા ચાલકો કેમ્પસમાં જ આટા ફેરા કરતા હોવાથી સ્ટેચર, વ્હીલ ચેરમાં દર્દીઓને લઇ જતી વખતે પણ અકસ્માત ન થાય તેની સાવચેતી રાખવી પડે છે. કેટલાક સમયથી રિક્ષા ચાલકોનો કેમ્પસમાં ત્રાસ વધતા છેલ્લા કેટલાક દિવસોથી સિકયોરિટી દ્રારા બિનજરી રીતે કેમ્પસમાં પાકિગ કરી આંટાફેરા કરતા રિક્ષા ચાલકોને તગેડાવામાં આવી રહ્યા છે. એસબીઆઈ બેન્ક બાજુના ગેટનું કામ ચાલુ હોવાથી જામનગર રોડ સાઈડના બંને ગેઈટમાંથી રિક્ષાઓ અંદર ઘુસી ફેરા કરતા હોવાથી આવા રિક્ષા ચાલકોને ગેઇટ પાસેથી જ બહાર કાઢવામાં આવી રહ્યા છે. જેને લઈને રિક્ષા ચાલકો દ્રારા પોતાને કનડગડત કરવામાં આવતી હોવાનું કહી ઉહાપો મચાવી રહ્યા છે પરંતુ હોસ્પિટલ કેમ્પસની ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખી સિકયોરિટી દ્રારા કાર્યવાહી કરવી પણ અતિ જરી છે. સિકયોરિટી દ્રારા દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું પણ પૂરતું ધ્યાન રાખી આ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને કેમ્પસમાં ટ્રાફિક સમસ્યા પણ ઘટી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech