શહરેના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતા રિક્ષાચાલક શખસે મહિલા સાથે પરિચય કેળવ્યા બાદ તેનો પતિ જેલમાં જતા ગેરલાભ ઉઠાવી તેના સંતાનોને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચયુ હતું.બાદમાં આ શખસે મહિલાની ત્રણ વર્ષની બાળકી પર નજર બગાડી તેની સાથે અડપલા કર્યા હતાં.જેથી અંતે મહિલાએ આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર રહેતી મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કરણ બાદલભાઈ દબગીર(ઉ.વ ૨૫ રહે.ઘંટેશ્ર્વર ૨૫ વારીયા) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી રિક્ષાચાલક કરણ દબગીર તેણીના પતિની દુકાને માલ–સામાન આપવા આવતો હતો, બાદમાં તેણીના પતિ એક ગુનામાં જેલમાં જતાં પોતે દુકાન સંભાળી હતી. આથી રિક્ષાચાલક કરણ તેણીનાં સંપર્કમાં આવ્યો હતો અને પતિ જેલમાં હોવાથી વાતનો ગેરલાભ ઉઠાવીને ધાક–ધમકી આપી ડરાવવા લાગ્યો હતો.
આ સાથે એક વખત મહિલાના ઘરે આવીને બાળકોને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાયુ હતું.બાદમાં અવાર–નવાર ડરાવી–ધમકાવીને ઘરે અને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો.બાદમાં આ નરાધમની નજર મહિલાની માત્ર ત્રણ વર્ષની દીકરી પર બગડી હતી.તેણે તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેની જાણ થતાં અંતે મહિલાએ હિંમત કરીને આજે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને પહોંચી રિક્ષાચાલક કરણ બાદલભાઈ દબગીર વિધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આરોપીને ઝડપી લેવા પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં ટીમ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech