જિલ્લા કલેકટર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા સહિતનાએ પ્રાંત કચેરી, ખંભાળિયા ખાતે આયોજિત રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત સરકાર વિવિધ વય જૂથોના નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાંત કચેરી ખંભાળિયા ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મામલતદાર વિક્રમ વ, તાલુકા વિકાસ અધિકારી કે.વી. શેરઠિયા, ગ્રીન ખંભાળિયાના પ્રતિનિધિ પરબતભાઇ ગઢવી તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ જોડાયા હતા, રન ફોર યુનિટીમાં પોલીસના જવાનો, હોમગાર્ડ, શિક્ષકો, સફાઈ કર્મીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, તેમજ શહેરીજનો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech