સુરેન્દ્રનગર જીલ્લામાં મુળી તાલુકાના સાંગધ્રા તાલુકાની સીમમાં આવેલ વાડીમાંથી એસએમસીની ટીમે દરોડો પાડી અહીંથી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો.પોલીસે વાડીમાંથી રૂ.૮૧.૯૭ લાખની કિંમતનો ૪૨,૩૦૦ બોટલ દારૂ અને બે વાહન સહિત કુલ રૂ.૮૨.૧૭ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે અહીં વાડીમાં દારૂ ઉતારનાર સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,એસએમસીના વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાએસપી કે.ટી.કામરીયાની રાહબરીમાં પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં આવેલ હરેશ જેમાભાઈ સારદીયા (રહે. સાંગધ્રા તા.મુળી) ની વાડીમાં દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન વાડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૨, ૩૦૦ કિંમત રૂા. ૮૧,૯૭,૯૬૮ અને બે બાઈક કિંમત રૂા. ૨૦,૦૦૦ સહિત કુલ રૂા.૮૨,૧૭,૯૬૮નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે વાડીમાં ઈંગ્લીંશ દારૂ સંગ્રહ કરનાર મુખ્ય આરોપી હરેશ સારદીયા હાજર મળી ન આવતા એસએમસી ટીમે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. તેમજ ઈગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર બન્ને શખસો સામે પણ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech