જામનગરની એક ક્રેડિટ સોસાયટી પાસે થી લોન મેળવનાર સુરતના સભાસદ સામે ચેક પરત ફરવા અંગે ની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં આરોપી ને નવ મહિના ની કેદ ની સજા કરવામાં આવી છે.
જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના સભાસદ મૂળ નાની ભગેડી ગામના અને હાલ સુરતમાં વસવાટ કરતા રાજેશ જમનભાઈ રાદડીયા એ સોસાયટી પાસેથી લોન મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા રાજેશભાઈ સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટ ની કલમ અન્વયે જામનગરની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજેશ જમનભાઈ રાદડીયાને તક્સીરવાન ઠરાવી તેને ૯ મહિનાની જેલની સજા અને ચેકની રકમ રૂ. ૭૯,૭૫૬ નો દંડ ફટકાર્યો છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.
આ જ સોસાયટી પાસેથી લોન મેળવનાર પ્રફુલ જાદવજી પરમારે પણ આપેલો ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૧૮ મહિનાની કેદની સજા ફટકારી છે અને રૂ. ૩,૦૭,૯૯૫ દંડપેટે ભરપાઈ કરવા હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech