રાજકોટ શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે દરમિયાન થોડા દિવસો પૂર્વે વાણીયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી લીધેલા શુદ્ધ ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલતા તેમાં અખાત્ય કલર વેજીટેબલ ફેટ અને તલના તેલની બેફામ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગના સિનિયર ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ આ અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ, ગાયત્રીનગર-4/10, વાણિયાવાડી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ગાયનું શુદ્ધ ઘી લુઝનો નમૂનો લઇ લેબ પરીક્ષણમાં મોકલતા પૃથ્થકરણ રિપોર્ટમાં Permitted Oil Soluble Yellow Coloured Dye અને ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો અનસેફ ફૂડ તથા સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિક્યુકેશન કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે વોલ્ગા ઘી ડિપો, પરિશ્રમ કોમ્પ્લેક્ષ, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ભેંસનું શુદ્ધ ધી (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
સાની, લાડુ, ચિકીના સેમ્પલ લેવાયા
(1) સાની (કચરિયું-લુઝ)નું સેમ્પલ સ્થળ- રાજેશ સ્વીટ માર્ટ, મંગલા કોમ્પલેક્ષ, શોપ નં.2, શક્તિ કોલોની, કીશાનપરા ચોક ખાતેથી
(2)કાળા તલના લાડુ (લુઝ)નું સેમ્પલ સ્થળ- રાજેશ સ્વીટ માર્ટ, મંગલા કોમ્પલેક્ષ, શોપ નં.2, શક્તિ કોલોની, કીશાનપરા ચોક ખાતેથી
(3) નોન બ્રાન્ડ પનીરનું સેમ્પલ સ્થળ-ગુજરાત ફૂડ્સ, હિમ્મતનગર મેઇન રોડ, શાસ્ત્રીનગર-6 કોર્નર, શીતલ પાર્ક ચોક, 150 ફૂટ રિંગ રોડ ખાતેથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech