જુદા જુદા 32 કોર્સની આવતીકાલથી શરૂ થતી પરીક્ષામાં 44,254 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને 180 કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. જ્યાં પરીક્ષાનું કેન્દ્ર છે ત્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં આવા કેન્દ્રના સંચાલકોએ પોતાની માલિકીના કેમેરા જ વસાવવા પડશે અને ભાડે લીધેલા કેમેરા ચાલશે નહીં તેવો પણ આદેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે.
પરીક્ષાના રેકોર્ડિંગ જ્યારે યુનિવર્સિટી દ્વારા માગવામાં આવતા હોય છે ત્યારે આ સમયગાળા દરમિયાન અમારે ત્યાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો તેવા જવાબો અનેક કિસ્સાઓમાં મળ્યા પછી યુનિવર્સિટીએ આ બાબતમાં પણ નવો પરિપત્ર કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો વીજળી પુરવઠો ખોરવાય તો પીજીવીસીએલને લેખિતમાં ફરિયાદ કરવી પડશે અને તેની નકલ યુનિવર્સિટીને આપવી પડશે.
આવતીકાલથી આર્ટસ મેનેજમેન્ટ કોમર્સ સાયન્સ હોમ સાયન્સ એજ્યુકેશન અને કોમ્પ્યુટર સાયન્સ ની પરીક્ષાઓ લેવામાં આવશે. સેમેસ્ટર ચાર અને છ ની મોટાભાગે પરીક્ષાઓ છે પરંતુ અમુક કિસ્સાઓમાં ચોથા સેમેસ્ટર ની પરીક્ષાઓ અને પહેલા સેમેસ્ટર ની પરીક્ષાઓ પણ યોજવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech