રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે શરદપૂર્ણિમાથી ખરા અર્થમાં શિયાળુ સિઝન શરૂ થતાં ખરીફ પાકની આવકોથી યાર્ડ છલકાઇ ઉઠ્યું હતું. આજે 45,000 ગુણી મગફળી અને 11,000 ભારી કપાસની આવક થઇ હતી. ખેડૂતોના 1000થી વધુ વાહનોની મધરાતથી યાર્ડ બહાર લાઇન લાગી હતી જેની વરસતા વરસાદમાં નવનિર્મિત પ્લેટફોર્મ નીચે ઉતરાઇ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા બનેલા ડોમને કારણે સતત વરસતા વરસાદમાં પણ મગફળીની ઉતરાઈ ચાલુ રખાવી અંદાજે 600થી વધુ મગફળી ભરેલા વાહનને માર્કેટયાર્ડમાં પ્રવેશ આપી નવા ડોમમાં મગફળીની સુરક્ષિત રીતે ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિતની ટીમએ સતત ખડેપગે રહી આ ઉતરાઈ વ્યવસ્થા પૂર્ણ કરાવી હતી. આજે માર્કેટ યાર્ડમાં મગફળીની આવક 45,000 ગુણી તથા કપાસની આવક 11,000 ભારી તેમજ અન્ય જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સેક્રેટરી બી.આર.તેજાણી સહિતના સ્ટાફ દ્વાર વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech